ભારત / 6 મે, 2018 / લેખક: સંપાદકીય સ્ટાફ / સોર્સ: વીએટીવી ન્યૂઝ
ગાંધીનગરઃ ખાતાકીય હિસાબોમાં ધાંધીયા કરતી અમદાવાદની શાળાઓ સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરની 104 શાળાઓનું વર્ષ 20014-15થી ખાતાકીય ઓડીટ બાકી છે જેને લઈને આગામી 11 દિવસમાં ઓડીટ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.
શિક્ષણ વિભાગના આદેશ બાદ DEOએ પરિપત્ર જાહેર કરીને આદેશ કર્યો છે કે, જે શાળાએ ખાતાકીય ઓડીટ નથી કર્યું તે 11 મેં પહેલા આડીટ કરાવે નહીતર ગ્રાન્ટ અટકાવવામાં આવશે. મહત્વનું છે કે, શહેરની કેટલીક શાળાઓએ વર્ષ 2014 પહેલાથી ઓડીટ કર્યા નથી.
મહત્વની વાત છે કે અમદાવાદની શાળાઓનાં ખાતાકીય હિસાબોમાં ધાંધીયા જોવાં મળ્યાં છે. ત્યારે શહેરની 104 શાળાઓના 2014-15થી ખાતાકીય ઓડિટ બાકી છે.
જેને લઇને શાળાઓનાં હિસાબી ઓડિટને લઈને તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે.
શાળાઓને 11 દિવસમાં ઓડિટ કરવાનાં આદેશ આપ્યાં છે. કેટલીક શાળાઓએ 2014 અગાઉથી એક પણ હિસાબીય ઓડિટ નથી કર્યા. દરેક શાળાને નિશ્ચિત તારીખે ઓડિટ કરાવવા આદેશ અપાયાં છે. 1 મેંથી 11 મે સુધી ઓડિટ કામગીરી પૂરી કરવાનાં આદેશ આપ્યાં છે.
ઓડિટ ન કરે તેવી શાળાઓને ગ્રાન્ટ ન આપવા સુચનો આપવામાં આવ્યાં છે. ખાતાકીય ઓડિટ માટે વડી કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રાયખડ ગર્લ્સ સ્કૂલ ખાતે અધિકારીઓની હાજરીમાં કામગીરી થશે.
સેન્ટ ઝેવિયર્સ લોયલા, GLS કેમ્પસની N.R હાઈસ્કૂલ, લીટલ ફ્લાવર, ગૂજરાત વિદ્યાપીઠનાં વિનયમંદિરનું ઓડીટ બાકી છે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ઓડિટ માટે હવે છેલ્લી તક આપવામાં આવી છે.
સમાચારોનો સ્રોત:
https://www.vtvgujarati.com/news-details/education-department-s-mandate-to-audit-schools








Users Today : 110
Total Users : 35460127
Views Today : 145
Total views : 3418776